પોયણીએ ઊંચું જોયું રે આકાશમાં. કોણને એ મ્હોતી, ને નેણ ભરી જોતી, શું જાણ એને ન્હોતી ? કે ચાંદલો બંધાણો પાણીનાં પાશમાં… પોયણી o તમરાએ ગાન મહીં, વાયરાને કાન કહી, વન વન વાત વહી, ઢૂંઢતી એ કોને આટલા ઉજાસમાં… પોયણી o અંકમાં મયંક છે, ન તોય જરી જંપ છે, અંગમાં અનંગ છે, શિબાવરી બનેલ અભિલાષના …
Read More