પછી તો નાંગરેલું વહાણ છોડીને ધક્કેલ્યું. ચાલ્યું. અર્ધેક પહોંચતાં સમુદ્રે પૂછ્યું : ‘થાક્યો ને ?’ ‘તેથી શું ? જવું જ છે આગળ.’ મેં કહ્યું. ‘આટલા વજન સાથે ?’ સમુદ્ર હસ્યો. જવાબમાં, હલેસાં વામી દીધાં. એક તસુ આગળ. સમુદ્ર ખડખડ હસ્યો. પગ તોડીને વામી દીધા. સમુદ્ર હસ્યો ખડખડ કોણી સુધીના હાથ વામ્યા. એક તસુ આગળ ખડખડ …
Read More